STORYMIRROR

anjana Vegda

Romance Tragedy

4  

anjana Vegda

Romance Tragedy

તુજ યાદમાં

તુજ યાદમાં

1 min
283

પાંપણો પાણી ભરે તુજ યાદમાં,

આંસુઓ થીજી ઠરે તુજ યાદમાં,


છે પરાકાષ્ઠા તરસની એ છતાં,

કેમ મન તરસ્યું ફરે તુજ યાદમાં,


ક્યાંક ડૂબે કલ્પનાઓ ભીતરે,

ક્યાંક સપનાંઓ તરે તુજ યાદમાં,


વસવસો કાગળ કલમને પણ ખરો,

ને ગઝલ ઝૂરી મરે તુજ યાદમાં,


સ્મરણોનાં છોડ માથે ઊગે શું?

બસ વિરહ પાંગરે તુજ યાદમાં,


ફાલવાના સુમન ક્યાંથી પ્રેમનાં,

ફકત ખાલીપો ખરે તુજ યાદમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance