ગયાં
ગયાં
રાખ સપનાંની અડી ગયાં,
હાથ આખાયે બળી ગયાં,
હજુય છે તાજા મરજ કને,
સ્પર્શના ડાઘા રહી ગયાં,
રેત સાથે છીપલા લઈ,
શ્વાસનાં મોજાં વહી ગયાં,
ભીતરે મારી શમી જઈ,
રક્ત સાથે ગળી ગયાં,
વેદના ફૂટે રગે રગે,
ઘા લોહીમાં ભળી ગયાં.
