STORYMIRROR

anjana Vegda

Tragedy

4  

anjana Vegda

Tragedy

નથી આપતો

નથી આપતો

1 min
564

દિલ દફન કરવા જગાય નથી આપતો,

દર્દ આપીને દવાય નથી આપતો.


કે સતત શ્વાસો ભરીને થાકી ગયા,

જીવવા કાજે હવાય નથી આપતો.


કેટલી આતુર સહેવાને ઘાવ હું,

માફ કરતો નથ સજાય નથી આપતો.


દામ કોડી વાહવાહીના, એવી સભા,

એ મહેફિલમાં મજાય નથી આપતો.


ઈશ છે, પથ્થર નથી તું, શુ સાબિતી ?

સાંભળે છે પણ સદાય નથી આપતો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy