STORYMIRROR

anjana Vegda

Romance Tragedy

4  

anjana Vegda

Romance Tragedy

ના લેતો

ના લેતો

1 min
294

હાથમાં તું અધૂરો જામ ના લેતો,

લે કદીયે મગર બેફામ ના લેતો,


કોઈ પૂછે અગર કારણ ઉદાસી જો,

ભૂલથીયે કદી મુજ નામ ના લેતો,


આપજે તક અવરને પણ પ્રણય કેરી,

ના કહી એમ દિલથી કામ ના લેતો,


અવતરે હેડકી થૈ જો મુખે તારા,

તોય મુજ યાદનો પયગામ ના લેતો,


જ્યાં લગી વીસરી ના જાય તું મુજને,

ત્યાં લગી સે'જ પણ આરામ ના લેતો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance