પ્રેમ છે
પ્રેમ છે


કે હૃદયનાં દર્દનું કારણ પ્રેમ છે,
પ્રેમનાં હર મરજનું મારણ પ્રેમ છે,
બોજ શમણાંનો ઊઠાવી ક્યાં શકે,
પાંપણો પર આંસુનું ભારણ પ્રેમ છે,
તાગ વ્યથા ને વિરહના કાઢી જુઓ,
યાદ, પીડા ઘાવનું તારણ પ્રેમ છે,
કે વિષય મારી ગઝલનાં છે તો ઘણાં,
જિંદગીની એક જ વિમાસણ પ્રેમ છે,
કેમ માની લેવું ઈશ્કની છે દવા,
કે પ્રણયનું એક જ નિવારણ પ્રેમ છે.