હેલામાં છું
હેલામાં છું
ભરચક મેળામાં છું
સ્મિતનાં રેલામાં છું,
મન કહે છે ખુશ રહે તુૃં
રંગના ખેલામાં છું,
તુૃં ક્યાં છે ? સઘળે જ સ્તો
કાઢ્યાં એ ઘેલાંમાં છું,
ચોકઠું થાક્યું પ્રિયતમ
વિરહી વેળામાં છું,
જેણે મુજને ચાહી
એના હેલામાં છું.

