STORYMIRROR

Anu Meeta

Romance

3  

Anu Meeta

Romance

આપી દે સજા

આપી દે સજા

1 min
182

જૂદા છું.

બહુ જ જૂદા !

કદાચ

સૌથી વધુ સ્વાર્થી છું !

કદાચ જ કોઈને

એટલી જરૂર પડતી હશે

તારી,

જેટલી

મને પડે છે.


દરેક બીજી ક્ષણે 

મને જોઈએ છે તારું

આલિંગન.


એ જ ક્ષણમાંથી

ચોરી કરવી છે મારે

બીજી અર્ધક્ષણ

અને એ અર્ધક્ષણમાં મને જોઈએ છે

તારું તસતસતું

ચુંબન.


એ પછી જતી-આવતી પ્રત્યેક ક્ષણમાં

તુૃં જોઈએ છે

મારી ત્વચા, માંસ-મજ્જા અને રક્તની જેમ

મારી નિકટ, મારી ભીતર, મારામાં 

આમ તને મારું આટલું

ઈચ્છવું

સ્વાર્થ હો

તો, હા

સ્વાર્થી છું હું.


આપી દે મને 'ઈશ'

હોય તો કોઈ

સજા...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance