STORYMIRROR

Anu Meeta

Romance

3  

Anu Meeta

Romance

મોકલજે

મોકલજે

1 min
251

કોઈ ઝૂમકાની દુકાન આગળથી પસાર થાય તો એકાદ ગમતા ઝૂમકાનો રણકાર મોકલજે,

કોઈ ફૂલોની દુકાન આગળથી પસાર થાય તો એકાદ ગજરાની સુગંધ મોકલજે, 


કોઈ વાસણની દુકાનોમાં ક્યાંક લટકતી એક ગળણી દેખાય તો સાંજનો ચળાયેલો તડકો મોકલજે,

ક્યાંક પાણીપુરીની હાટડી દેખાય તો તીખું-મીઠું તારું મને સ્મિત મોકલજે,


અને જો, 

રસ્તામાં તારા કોઈ નદી કે વહેળો પડતો હોય તો તારા મુખનું મને એક પ્રતિબિંબ મોકલજે,


ફરી લઈશ હુંય અડધી બજાર અદ્રશ્ય મિત્ર બનીને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance