આપણી રાતો
આપણી રાતો
...અને
મૂકી રાખજે તુૃં
તારો જમણા હાથનો
પંજો
મારી ગરદન ફરતેથી
ડાબા ગાલ પર,
અને
મૂકી રાખીશ હું પણ
મારો
જમણો હાથ
તારી છાતી ફરતેથી
તારા
જમણે ખભે,
ખાલી ચડે કે થઈ જાય
ભારી ભારી
આપણી છાતીઓ ને
હાથની શિલાઓ
સૂઈ રહીશું આપણે
આમ જ
આખી રાત
તમામ રાતો.

