STORYMIRROR

Nisha Shah

Romance

4  

Nisha Shah

Romance

ગમે તેવી ભીડમાં

ગમે તેવી ભીડમાં

1 min
27.9K



ગમે તેવી ભીડમાં પણ તું મને વર્તાઈ શ્વાસોશ્વાસમાં

કારણ દીલથી એકમેકને પ્રેમ કરીએ ભીતરમાં


જેમ કોયલ વાતો કરે દૂરદૂરથી ટહુકામાં

પોપટ મેના પ્રેમ કરે મીઠામધુરા ગીતોમાં.


જેમ મોરનાચે ને ઢેલ હરખાય,રીમઝીમ વરસાદમાં

ભમરા ગુંજન કરે ને પાગલ બને પુષ્પ પ્રેમમાં


જેમ ક્ષિતિજે ડૂબતો સૂરજ પ્રેમ કરે કિનારાને

વહાવી સોનેરી કિરણો ઉદધિ તરંગમાં.


જેમ પૂનમિયો ચંદ્ર પ્રેમ કરે અવિરત ચકોરીને

છૂપાવીને ચાંદની ભરતીનાં શ્વેત મોઝામાં.


જેમ રાધાનો પ્રેમ સ્પર્શે કૃષ્ણ ચરણોને

ગોકુળથી દ્વારિકા વહેતા વારિનાં વમળમાં.


તેમ નજર મળી મન મળ્યા દીલેજીગર મળ્યા, 

ગમે તેવી ભીડમાં પણ તું મને વર્તાઈ શ્વાસોશ્વાસમાં


Rate this content
Log in

Similar gujarati poem from Romance