વાસંતી વાયરા શરમાળ
વાસંતી વાયરા શરમાળ
વાસંતી વાયરા શરમાળ...
ફાગણિયો ખીલ્યો છે કોકિલને કંઠ
આજ અમે ઓઢ્યા અંગે અનંગ
વ્હાલા લાગ્યા રે આજ વનપંથ(૨)
કોકિલ પૂછીએ... મારામાં શું તને રે ગમતું
તું ટહુકે તો ઘેલું જોબનીયું
છે મઘમઘ વાસંતી વાયરા શરમાળ
રંગમાં હૈયે ઝૂલે ડુંગરીયું
વેણુ વગાડોતો ખોવાઉં હું બાલમા
પઢજો કેસરિયા શૃંગારની વાર્તા
મને સંભળાય શરણાઈના સૂર તાલમાં
કુમકુમ કંકોત્રીનાં મધુરાં ઓરતાં
ભીતરમાં પડઘે પગરવ પ્રેમના
મન મારકણું ઊડતું રે આભમાં
કોણ દોરે આ અણજાણ્યા પંથમાં
વગડે વીંધાઈ વરણાગી ખેલમાં
આજ અમે ઓઢ્યા અંગે અનંગ બાલમા
રમેશ પટેલ(આકાશદીપ)

