યાદ છે તને
યાદ છે તને
યાદ છે તને તે મને કીધું હતું તું ખુબ સારી છો
તો એ શ્રેય મારા મમ્મી- પપ્પા ને છે,
યાદ છે તને તે મને કીધું હતું કે તારે થોડું બદલાવાાની જરૂર છેેે
તો જોઈ લે હવે થોડી નહીં પણ વધુ બદલાઈ ગઈ,
યાદ છે તને તે કીધું હતું કે મને આ પસંદ નથી
તો જો એ બધું છોડતી જાવ છું, જો ઘણુું બધુું બદલતી જાવ છું,
યાદ છે તને મેં તને કીધુંં હતું એક વિશ્વાસ રાખજે મારા પર,
કાંઈ પણ હું કરું પણ તારી સાથે કદી પણ ખોટું નહીં કરૂ,
તો જો એ નિભાવું જ છું હું સારી રીતે,
યાદ છે તને મેં તને કીધું હતું કે હું નિભાવિશ તો
પૂરા દિલથી કોઈ કમી નહીં રાખું,
પણ એક વાર નિભાવવાનું બંધ કરીશ ને તો
તને પણ બોલવાનો અવસર નહીં મળે,
જોઈ લે હવે, વિચાર હવે
કોણ કેવું થઈ ગયું, કોને કેવું થાવું પડશે
કોને બદલાવું પડશે !

