લાગણીની ધાર
લાગણીની ધાર
કોઈ એ સાચું જ કહ્યું છે કે,
કોઈ પણ વસ્તુ ઓવરફ્લો થાય છે ને,
તે હંમેશા નુકસાનકારક જ હોય છે,
એ પછી ભલે ને વર્ષો જુની લાગણી જ કેમ ના હોય !
જેમ વધારે પડતું વ્યસન એ શારીરિક નબળા બનાવે છે,
તેમ જ વધારે પડતી લાગણી માનસિક નબળા બનાવે,
એટલે જ કહેવાય છે કે વધારે કંઈ પણ સારું નથી એમ,
બોવ બધું માન સમ્માન આપીએ, ઈજ્જત કરીએ,
પણ સમય જતાં પળવારમાં જ એ અળગા કરી દે છે
જયારે વધારે પડતો ખોરાક પણ શરીર ગ્રહણ કરી લે,
તો એ પણ રોગનો દરવાજો ખોલીને ઊભો રહે,
તો પછી લાગણી ઓવરફ્લો થઈ પડે,
તો એતો અનેકો આશંકાઓ લઈને જ રહે છે.
