STORYMIRROR

pooja dabhi

Inspirational

4  

pooja dabhi

Inspirational

લેખ મારા પ્રિયને

લેખ મારા પ્રિયને

1 min
266

લાડકો છે એ એના મમ્મી-પપ્પાનો

પણ લાડથી મને રાખે છે એ,

લાડકો છે એ એના મમ્મી-પપ્પાનો,

પણ મોહ મારો રાખે છે એ.


મારા અવાજને ઓળખી મારા મનને વાંચી એ જાય છે,

શું કહેવા માંગીશ એ કીધાં વગર સમજી એ જાય છે,

ઘરમાં તે મોજ-શોખથી, લાડ-વ્હાલથી રહે છે,

પણ મારી સાથે એટલો જ ફોર્મલ બની જાય છે, જેટલી હું રહું છું.


લાડકો તો એ એના મમ્મી-પપ્પાનો જ છે,

પણ નખરાં બધા મારા સહન એ કરી જાય છે,

ગુસ્સો સહન નથી કરતો એ કયારેય કોઈ બીજાનો,

પણ મારી સામે એટલો જ એ નરમ બની જાય છે.


મારી જોડે કઠોર બની રડવાનું-જગડવાનું કારણ એ બને,

પણ રડતાં હસાવી મને મારા હસવાનું કારણ પણ એજ બની જાય છે,

લાડકો તો એ ઘરમાં બધાનો છે એ,

પણ એની લાડકી એના મમ્મી પછી હું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational