મારા જીવનસાથી
મારા જીવનસાથી
મારા જીવનસાથી રૂપે બનવા માંગતા એક વ્યક્તિ છે
જે મને અનહદ પ્રેમ ની લાગણી હોય એમ મને બતાવે
પણ હકીકત એટલી જ કે એ આબધું મનમાં જ માનેછે
એ પોતે ખૂબ એવું માને કે મને ખુબ જ પ્રેમ કરે છે એમ
પણ પ્રેમ કોને માને ખબર, મને ફરવા લઈ જાય
, મને નાસ્તો કરાવે
, નાની મોટી વસ્તુ અપાવે
બસ ઈ આને પ્રમ માને અને હું એ પ્રેમ નથી માનતી
એ બધી ચીજ વસ્તુ સામે જોઈએ
તો વિશ્વાસ કયાંય નથી બતાતો
ઈ વિશ્વાસ, ઈજ્જત, સાચું-જુઠ, કસમના વિશ્વાસ
એને ઈ પ્રેમ માં નથી ગણતા
જેને હું પ્રેમ સિવાય બીજું કશું માનતી નથી
પોતે મારા જીવનસાથી બનવા માંગે છે પણ કયા જન્મ ના એ નથી ખબર પડતી
હું હવે ની લાઈફમાં તો સમજાવીને પણ થાકી ચુકી છું
મારી પાસે કોઈ શબ્દ નથી કે હું એને કંઈક કવ
ખબર નથી પડતી મને કે હું એની લાઈફ કાઢું?
તો કઈ રીતે કાઢવી લાઈફ?
અને પોતેઈ પોતાને રાજા માને છે પણ એને ખબર નથી કે રાજા રહે કઈ રીતે કેવાથી રાજા કોઈ ન બને
મારી હર એક વાત થી એને હસવું આવતું હોય
પણ કયારેય એને મારી લાગણી નો
વિચાર નઈ આવતો હોય
ખબર નથી પડતી કે એની સાથે લાઈફ કેમ કાઢવી એમ
શું જીવનસાથી આવા જ હોય?
મારા પપ્પા તો મારા મમ્મી માટે ખૂબ જ સારા જીવનસાથી છે
મારા મમ્મી સાથે કયારેય ખોટું નથી બોલતા
તો મારા જીવનમાં કેમ આવું
કયારેક વિચાર આવે ક મમ્મી પપ્પા ની પસંદ ને પસંદ કરી ને એની સાથે લાઈફ વીતાવું
કદાચ એવું જ સારું રેશે કરવું કમસેકમ મમ્મી પપ્પા ને કંઈક પ્રોબ્લમ હોય તો શાંતિ થી વાત તો કરી શકીશ
પોતાની પસંદ થી પ્રોબ્લમ હોય ત્યારે મમ્મી પપ્પા ને નથી કેવાતું
તો સારુંએજ કે મમ્મી પપ્પા ની પસંદ ને પસંદ કરી લયે
