હોસ્ટેલના છેલ્લા દિવસો
હોસ્ટેલના છેલ્લા દિવસો
હોસ્ટેલમાં હસીમજાક કરતાં કરતાં, લડતા ઝઘડતા
ત્રણ વર્ષ કેમ વીતી ગયા એ જ ના ખબર પડી,
આવ્યા હતા હોસ્ટેલમાં તો
ત્યારે પણ રડતાં હતાં કે નહીં ગમતું અહીં,
હવે જવાના ટાઈમે પણ એ જ વાત કે બધા જોડે કરેલ હસીમજાક યાદ કરીને ખુશી, દુઃખી બંને મળે છે
હોસ્ટેલને તો મિસ ઓછી કરશું પણ રોજ રાત્રે જમવા જતાં બધા જ માસી જોડે ઝઘડતા કે એ ભાવતું નહીં, એવું શાક,એવી ભાખરી,
વાત વાતમાં બોલવું એ બધું મિસ કરીશું
મિસ કરીશું ડયુટી પર કરેલ પાર્ટી, ગુલ્લીઓ, નાસ્તા
મિસ કરીશું એ યાદોને જે દરેક
નાના મોટી પ
ળોને કેદ કરી રાખેલ છે
હોસ્ટેલની સવાર હોય કે સાંજ તેને રોજ યાદ કરીશું,
કે રોજ ન્હાવા જવા માટે કેટલા વારા રાખવા પડતાં,
એમાં પણ કોક વચ્ચે આવી જાય તો પણ બોલવાનું જ
હોસ્ટેલનો શનિ-રવિ બેસ્ટ વાર
રાત જાગો, દિવસ સૂવો
હોસ્ટેલનો સારો અને હળવો નાસ્તો એટલે સેવામમરાં,
અને પરિક્ષા હોય એટલે તો લાગે જ નહીં કે હોસ્ટેલ હોય એમ, કેમ કે એ એક જ ટાઈમ એવો હોય કે પરમ શાંતિની અનુભુતિ થતી હોય બાકી તો
દરોજ કલબલાટ શરૂ જ હોય,
સાચે બધી જ રીતે હોસ્ટેલનો અનુભવ એ લાઈફ ટાઈમ માટે યાદગાર જ રહેશે.