ભાગદોડની જિંદગી
ભાગદોડની જિંદગી
આ જિંદગી છે, ભાગદોડની
કોઈ વળી જિંદગીની રમતમાં એવા દોડાયા છે
કે પોતાના પરિવારથી દૂર પૈસાની ભાગદોડમાં લાગ્યા,
પણ આ જિંદગી જ છે એવા, ભાગદોડની
કોઈ પૈસા, રૂપિયા કમાવવા માટે ભાગદોડ કરે છે
તો કોઈ પરિવારજનો માટે કરે છે,
આ જિંદગી જ છે એવા, ભાગદોડની
કોઈ ભાગદોડ કરે છે જિંદગી રમવા માટે તો
કોઈ વળી ભાગદોડ કરે છે જિંદગી જીવી માણવા માટે
પણ આ જિંદગી જ છે એવા, ભાગદોડની
કોઈ છળકપટના માર્ગે દોડી શિખરો સર કરવા ઈચ્છે છે
તો કોઈ પોતાની ઈમાનદારીની મહેનતના દોડ-દોડાવી આકાશમાં ઉડાન ભરે છે,
આ જિંદગી છે જ એવા,ભાગદોડની
છુટાછવાયા થઈ ગયા છે આજે લોકોના મન
જે સાથે હોવા છતાં પણ દૂર દેશાવર દૂર લાગે છે
આ જિંદગી છે જ એવા, ભાગદોડની
આ નવા ડિઝીટલ જમાનામાં લોકોના બદલે
યંત્રો સાથે રહેનાર બની ગયા છે,
આ તે કેવી દોડ છે જિંદગીની કે
માનવ એટલા બદલાતા બની ગયા.
