STORYMIRROR

Aswin Patanvadiya

Action Inspirational Thriller

5.0  

Aswin Patanvadiya

Action Inspirational Thriller

જનનીનું ધાવણ

જનનીનું ધાવણ

1 min
27.4K


હિમાલય ખોળે રહીં, હિમાલય જેવો થઈશમાં,

પીગળતાં બરફ સામે, તારા ક્રોધને ઠંડો પાડીશમાં,

હિમાલયે પત્થરનો જવાબ તો પત્થરથી અપાય,

તું પત્થરનો જવાબ ઈંટથી આપી જાણીશમાં,

હિમાલયે દુશ્મનોનો સામનો કરતાં, વધજે આગળ,

દુશ્મનો બળવાન જોઈ, તું આમ ડરીશમાં,

દુશ્મન સામે, પ્રાણની આહુતિ આપતા જાણજે,

આમ કાયર બનીને પીઠ બતાવીશમાં,

કસમ છે તુજને, તારા જનનીનાં ધાવણની,

તુજ માતનાં ધાવણને આમ લજવીશમાં,

ભારતમાતાનાં રક્ષા કાજે, લીધો છે જન્મ,

આજ ઋણ ચૂકવવાની તકને તું ગુમાવીશમાં,

ભારત દેશની તાકાત છે, સર્વ ધર્મ એક સમાન,

તેથી તું ભાઇચારાની લાગણીને ભુલાવીશમાં,

ભારતનાં નવજવાન, તું છે આન બાન અને શાન,

તેથી તું આમ દુશ્મનો સામે શીશ ઝૂકાવીશમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Action