STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Action Inspirational Others

4  

Minaxi Rathod "ઝીલ"

Action Inspirational Others

અમને નહીં ફાવે

અમને નહીં ફાવે

1 min
338

અમે રહ્યાં મરજીવા આ કિનારો અમને નહીં ફાવે,

ગહેરાઈમાં તરનારાં આ મિનારો અમને નહીં ફાવે !


કવનમાં લખવું, યાદોમાં રહેવું અને વાતોમાં વસવું,

અમે શબ્દથી રમનારાં આ ઈશારો અમને નહીં ફાવે !


હસવું, બોલવું, ચુપ રહેવું, રિસાવું અને મનાવવું,

નજીક રહીને દૂરનો આ નઝારો અમને નહીં ફાવે !


ઘૂઘવતાં સાગરની જેમ અંદર તડપતો વલોપાત,

મનને બેચૈન કરતો આ ધખારો અમને નહીં ફાવે !


આપવી હોયતો છલોછલ યાદો લાજવાબ આપી દે,

ઝાકળ ભીના સ્મરણનો આ ગુજારો અમને નહીં ફાવે !                


Rate this content
Log in

Similar gujarati poem from Action