શૌર્ય ના કહેવાય ?
શૌર્ય ના કહેવાય ?
લખવા બેઠી જ્યારે હું "શૌર્ય" પર
યાદ આવી ગયા મને કેટલા દેશભક્તો !
વિચાર આવ્યો પછી મને, લખ્યું છે
તેના પર તો કેટલા લેખકોએ, ઈતિહાસના
પુસ્તકોના પાના ભરેલા છે કેટકેટલી ગાથાથી !
શું દ્રૌપદીનું લડવું , ફક્ત કુંતીના કહેવાથી
પાંચ પુરુષો વચ્ચે વહેચાવુ , યુધિષ્ઠિરના
હારવાથી ભર સભામાં ચીરહરણ થવું
તે "શૌર્ય" ના કહેવાય ?
પતિની સાથે ૧૪ વર્ષ વનવાસમાં ગાળ્યા
પછી પણ એક ધોબી ના કહેવાથી
પતિથી ત્યજાવું , સીતાનું એકલે હાથે
લવ કુશ ને મોટા કરવું ને છેલ્લે ધરતી માં
સમાવુ !, તે "શૌર્ય" ના ગણાય?
દહેજ માટે અત્યાચાર સહન કરતી;
બધા સાસરિયાની વચ્ચે એકલી ઝઝુમતી
નારીનું સાહસ તે ,શૌર્ય ના ગણાય?
પુરુષ પ્રધાન સમાજમાં
બધે જ
તેમના અહંકારને લીધે પાછળ રહી જતી
સ્ત્રી નું બલીદાન તે "શૌર્ય" ના ગણાય ?
ઓફિસમાં કામ કરતી એક યુવતી
બધાની નજર તેના પર છે, તે જાણતી
હોવા છતાં પણ, બધાની વચ્ચે રહી
સતત કાર્યરત રહે અને છતાં પણ
હમેશા બોસ નું સાંભળે, અપમાન
સહન કરે, તે "શૌર્ય" ના.કહેવાય ?
આ કળીયુગમાં કુદ્રષ્ટિ નો ભોગ બની
છેક સુધી લડત આપતી, કોર્ટમાં
હારતી કે જીતતી, આંખમાં આંસુ ભરી
જીવતી તે સ્ત્રીનું "શૌર્ય"ના કહેવાય ?
વિકૃત માનસિકતાનો ભોગ બની,
એસિડ એટેકથી સુંદરતા ગુમાવતી,
તોય હસીને જીંદગી જીવી જાણતી
તેને "શૌર્ય" ના કહેવાય ?
જવાબ ઇચ્છું છું આ પુરુષપ્રધાન સમાજમાં
શું મેદાનમાં લડવું એ જ "શૌર્ય" કહેવાય ?