STORYMIRROR

Shweta Talati

Children Classics Drama

3  

Shweta Talati

Children Classics Drama

પપ્પા

પપ્પા

1 min
14.6K


બહારથી તડબૂચ જેવાં કડક,

અંદરથી તેના ગર્ભ જેટલાં મીઠા અને પોચાં,

વાત કરતાં મનને લાગે ડર,

ગુસ્સાથી થાય ખૂબ ગભરામણ,

નખ ખાતાં ખાતાં કરે તે વિચાર,

આયુર્વેદ અને જ્યોતિષશાસ્ત્રનાં વિદ્વાન,

ગણિતશાસ્ત્રમાં પારંગત,

રોજ રાત્રે બેસીને કરે આખાં દિવસનો હિસાબ,

વ્યવસ્થિતતા અને ગોઠવણમાં પારંગત,

કોઈ ના ખોલી શકે તેમનો કબાટ!

ઈસ્ત્રીનાં કપડામાં ના થવી જોઈએ કરચલી,

તો તેમનાં ચહેરા-કપાળમાં આવે કરચલી,

ચોપડીઓ પર કવર ચઢાવે જે સિફતથી,

પહેલાં છાપુ અને તેનાં ઉપર ખાખી કવરથી,

શિસ્તપ્રિય ખૂબજ, પાઉડર અત્તર હંમેશા સાથ,

સ્વાદિષ્ટ રસોઈને ફિલ્મોનાં શોખીન,

મળે જો કેરીનો રસ, શિખંડ કે લાડુ, ખાવું

મન ભરીને તેની કરવી ના તૌહીન,

શિવજી, અંબે માતાનાં ભક્ત, પુજારી

તે જ ઘરનાં મંદિરનાં, “तन्त्रोक्तम् देवी सूक्तम्",

દેવીની સ્તુતિ, શંકરાચાર્યનાં મંત્રોનાં રોજ પાઠ,

કેટલું અદભૂત વ્યક્તિત્વ, કરું હું વિચાર..!

વિદાય ટાણે દીકરીની રોકી રાખ્યું જે રડવું,

દેખાતું'તું તેમની આંખોમાં જાણે નદીનું વહેવું,

અંતિમ સમયે ઈચ્છા તેમની મને મળવાની,

કેટલી હતી હું દૂર, રહી ગઈ તે ઈચ્છા અધૂરી,

જ્યારે જ્યારે આવે તે યાદ, થાય ગર્વ મને,

તેમની દીકરી હોવાં પર આજે મને અભિમાન,

“શ્રી દિવ્યકાંત ત્રિવેદી” તેમનું નામ,

દિવ્ય, કાંતિમય પ્રકાશ જેવું વ્યક્તિત્વ,

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ” નાં

ગણિતનાં જૂનાં પુસ્તકોમાં મળશે આજે પણ

તમને તેમનું નામ ..

બધાને વહાલાં પપ્પા પોતાનાં,

આ છે મારા પપ્પા ની ઓળખાણ..!!


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Children