દોસ્તી
દોસ્તી
1 min
26.4K
જિંદગીના દસ્તાવેજમાં દોસ્તોની
સહીઓ ક્યાંક ખોટી થઈ ગઈ,
વસી ગયા “અમે” શું બીજા શહેરમાં,
બધી જાણે પરદેશી થઈ ગઈ !
ખબર ન લીધી મેં એમની કે તેઓ
ભૂલી ગયા મને ? સહેલીઓ
બધી મારી અજાણી થઈ ગઈ !
દુનિયા સમાવી લીધી બસ, ગૃહસ્થીમાં જ
કેવી હું બધાથી અલગ થઈ ગઈ ?
ચહેરા બદલાઈ ગયા છે હવે બધાના,
મળશે તો ઓળખાય છે કે કેમ ક્યારેક
રસ્તામાં, આ મનને મોટી મૂંઝવણ થઈ ગઈ !
જિંદગીના દસ્તાવેજ માં દોસ્તોની
સહીઓ ક્યાંક ખોટી થઈ ગઈ !
