ડર,ધાક
ડર,ધાક
હે ભારત માતા, જો જરા આજે પુત્રો તારા
કઈ દિશામાં જાય ??
નામ તારું બગાડવા બેઠા, દરેક ગલી-મહોલ્લામાં
આજે એક દાનવ પેદા થાય...
શેરીમાં રખડતા કુતરાઓ ને સારા કહેવડાવે
તેવા રખડતા આજે આવારા પુરુષો થાય...
આજે તારી અવદશા જોઈ મને કેટલી પીડા થાય.
આજે કેમ બધા “ધાક” બેસાડી પોતાની ,
કરે અવળા કામ...
હે ભારત માતા, જો જરા પુત્રો તારા
આજે કઇ દિશામાં જાય ??
ન “ડર” તેમને પ્રભુનો જરા પણ ??
કેમ આજે માનવી દાનવ જેવો થાય??
શાળા ટ્યુશનમાં જતા... વિદ્યાર્થિનીને
“ડર” શિક્ષકનો જ, ક્યાં ગયા સાચા ગુરુઓ
વિદ્યાર્થીનીને તો દીકરી બરાબર કહેવાય ...
અનાથ આશ્રમ, સંરક્ષણ ગૃહમાં,
બાલિકા ગૃહોમાં પણ સુરક્ષિત નહીં તે,
જ્યાં ગઈ તે સુરક્ષિત રહેવા ત્યાં જ
જો રક્ષક ભક્ષક થાય ??
હે ભારતમાતા, જો જરા પુત્રો તારા
આજે કઈ દિશામાં જાય ??
“ભય” થોડો તું પણ રાખશે હે ભક્ષક,
દુષ્કર્મો તારા પોકારશે રાડ પાડીને, પડદો
ઉઠશે ક્યારેક તો, પછી દશા શું તારી થાય ??
“બીક” બતાડી કરે અવદશા તું કોઈની !!
જીવતર તારું પણ જેલમાં જાય...
બહાર આવશે બધુ જો, ચડીશ ફાંસીને
માચડે પણ, કરવાથી અવદશા કોઈની
ના પોતાનું પણ ભલું થાય ?
હે ભારતમાતા, જો જરા પુત્રો તારા
આજે કઈ દિશામાં જાય.....??
રહે શું કાયમ પડદામાં જ સ્ત્રી ??
ના કોઈ તેનું અસ્તિત્વ ? ના કોઈ વ્યક્તિત્વ ??
હવે શું બધી જ સીતાની જેમ ધરતીમાં સમાય
જાય ? કે પછી નીકળે હાથમાં હથિયાર લઈને
બધાને પોતાની શક્તિ બતાવી જાય....
હે ભારતમાતા, જો જરા પુત્રો તારા
આજે કઈ દિશામાં જાય??
તારી અવદશા જોઈ મને કેટલી પીડા થાય.....
મારી બધી કવિતાઓ મારા નામે રજીસ્ટર છે,
એટલે કોઈએ તેની ઉઠાંતરી કરવી નહીં.
