કથન
કથન
કોઈના “કથન”થી બંધાયા અમે જિંદગીભર,
તે સાત વચનો જ હતા મૂલ્યવાન,
પૂરી જિંદગી વચનથી જોડાયા અમે.
નિભાવ્યા “કથનો” પૂરેપૂરા આજ સુધી,
અગ્નિની સાક્ષીએ જોડાયા જો અમે,
બેઉ હતા જુદી જુદી દિશામાં ને શહેરોમાં,
વિષયો સાવ જુદા ને જુદા વિચારો,
પ્રભુના એક “કહેણ” થી નજીક આવ્યા અમે...
સૌથી મોટી એક લીટી હતી હાથમાં,
અને ભાગ્યમાં સૌથી મોટી એક રેખા,
તારા જો નામની, હતું વિધાતાનું કવન
કે જિંદગી તને મળ્યા પછી ની તારું
નામ લગાડી પાછળ જીવ્યા અમે !
