રંગીન દુનિયાનો અંશ
રંગીન દુનિયાનો અંશ
ચડવું છે એ શિખરે કે દુનિયા નઝર આવે,
નિહાળવી છે કુદરતની કરામત,
જોવો છે આ રંગીન નઝારો,
લાગે જ્યાં રંગોની અછત,
ત્યાં રંગો ભરવા છે.
શોધવી છે કુદરતની ભૂલો,
જ્યાં પણ લાગે થોડી ભૂલ,
ત્યાં આંશરો બનવું છે.
ચડીને શિખરે દુઃખો પામવા છે,
દુઃખમા પૂરતા રંગોને જાણવા છે.
કુદરતને પણ કહેવું છે,
જ્યાં તારી ભૂલ છે,
ત્યાં લાગણી, ભાવના, આધાર,
આશરો અને સાથ અપાર છે !
