Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

CHIRAG R K

Romance Tragedy Others

3  

CHIRAG R K

Romance Tragedy Others

શાહીનાં છાંટણા

શાહીનાં છાંટણા

1 min
396


કોરા કાગળમાં થયાં,

શાહીનાં છાંટણા,

આત્મ સમર્પણ કરી ગયા,

શબ્દોએ પ્રેમના.


લખી એ વાતો, આત્મા તડપ્યો,

શાહીના હર એક અંશથી જાણે, 

બોલ્યો કાગળનો આત્મા,

વાચા ફૂટી નીકળી એ કાગળને.


વાચામાં ભરી વેદના આપર,

કયા મોઢે બોલે એ શબ્દો વિરહના,

જ્યાં સળગતા આત્માએ લખી આત્માકથા,

લખી એ શાહીના સૂરે વિરહગાથા.


ખરેખર એ કાગળ અંદરો અંદર બળ્યો,

કોરા કાગળને શબ્દોથી જીવ મળ્યો,

સાચવી એ યાદોની ગાથા,

કાગળ પણ હર પલ સળગ્યો.


વાચક એ વેદનાનો ક્યાં હજુ કોઈ મળ્યો,

આત્માથી થયો હતો જે પ્રેમ,

એ આત્માને હજુ ક્યાં કોઈ સહારો મળ્યો,

જન્મોથી ભટકે છે એ આત્મા,

પ્રેમની તલાશમાં.


પણ જીવતા લખેલો કાગળ હજુ કોઈએ ક્યાં સમજ્યો,

વિરહના વારથી બચવા, જીવ ગુમાવ્યો,

પણ જીવ ગુમાવીને પણ એ આત્મા કયા શાંત થયો,

હમેશા તડપતો રહ્યો.


છેલ્લા શ્વાસ સુધી લખેલી આત્મગાથાને,

ક્યાં કોઈ ચાહક સમજ્યો,

પ્રેમની ભૂલોમાં એ, આત્મા અને

એ કાગળ અકબંધ તડપ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance