લવબુકસ - ૬
લવબુકસ - ૬
બસ એમનેજ વિચારતો હતો,
એટલીજ વારમાં એ નજર આવ્યા,
મારી સામે આવીને એ બેઠા,
એ વાતો કરતા હતાં.
અને હું એકદમ ચૂપ રહીને,
એમની સામે જોઈ રહ્યો હતો,
એટલીજ વારમાં એ બોલ્યા,
ક્યારે આવ્યા મહેમાન ?
અને હું તેમજ જોઈ રહ્યો હતો,
એટલા માટે મને સંભળાયું નહિ !
એમને ફરી એક વાર પૂછ્યું,
પછી મે જવાબ આપ્યો.
ધીરે ધીરે વાતો ચાલુ થઈ,
જાણે ખરેખર પ્રેમની શરૂઆત થઈ ગઈ,
પહેલા પ્રેમની, પહેલી આશ તું,
પહેલા રંગની, પહેલી ભાત તું.
મારી ચાહની, સ્વર્ણગાંઠ તું,
મારી રાતની, સ્વર્ણ ચાંદ તું,
પહેલા રાગની, પહેલી ધૂન તું,
પહેલા ગીતનું, પહેલું રૂપ તું.
મારા કંઠની, મારી વાત તું,
મારા સાથની, મારી યાદ તું,
પહેલી યાદની, પહેલી પ્યાસ તું,
પહેલી રાહની, પહેલો સાથ તું.

