પધારો મારા મલકમાં
પધારો મારા મલકમાં
પ્રિતુની બાંધણી ઓઢી લાગે,
એમાં મનમિતની ભાત ચીતરી લાગે.
સહેજ ભીની આંખોમાં હેત ઉભરાયા લાગે,
મહેંદી ભર્યા હાથે મુખ સંતાડવા લાગે.
શમણાં એ પલકના શરમાયા લાગે,
અંતરમાં હૈયા હરખાયા લાગે.
આગમન એ જન્મોના થયાં લાગે,
કુમકુમ પગલિયે તમે પધાર્યા લાગે.
લક્ષ્મી સ્વરુપે આંગણા મારા શોભાવ્યા લાગે.
પ્રિતુની બાંધણી ઓઢી લાગે.
