ચાલ જીવી લઇએ
ચાલ જીવી લઇએ
ચાલ જીવી લઇએ કંઇક કરી લઇએ,
પ્રકૃતિના આનંદને માણી લઇએ,
માનવીના મનને જાણી લઇએ,
ચાલ જીવી લઇએ...
છોડી પૈસાની વાતો મહેનતને જાણી લઇએ,
ખુદા તો છે દરેકના હૃદયમાં તો એ હૃદય સાથે નાતો બાંધી લઇએ,
ચાલ જીવી લઇએ...
જગતના વેર-ઝેરને ત્યજી પરમ શાંતિને પામી લઇએ,
પોતાની જાતને ઘસી બીજાને ગમી લઇએ,
બઘુજ છોડી થોડીક ક્ષણો વિચારોમાં ફરી લઇએ,
ચાલ જીવી લઇએ...
