કોમળ હૃદય
કોમળ હૃદય
માઁ નું બીજું સ્વરૂપ છે તે,
પિતાનો આત્મા છે તે,
ભાઈની મમતા છે તે,
બહેન માટે ભગવાન છે તે,
પરિવારની આબરૂ છે તે,
દેશનું ગૌરવ છે તે,
ઈશ્વરનું આહવાન છે તે,
બાંધી રાખો તો ગાય છે તે,
અને જો ખૂલેથી ફરવા દો
તો પછી સિંહણ છે તે,
આમ તો સૌની લાડકી હોય છે તે,
છતાં પણ કુરિવાજોમાં પીડાય છે તે,
અને તે એટલે સૌથી અલગ
જેનું કોમળ હૃદય છે તે ' દીકરી '
