STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

5.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

ભવ્ય ભીખ દોસ્તીની

ભવ્ય ભીખ દોસ્તીની

1 min
26.9K


આ મારા બે હાથને બધેજ લંબાવ્યા કરું છું,

ભવ્ય ભીખ એક દોસ્તીની માંગ્યાજ કરું છું,


દરિયાના તોફાનથી તો વાકેફ છું હું પુરેપુરો,

છતાંયે એમાં આ કશ્તીને ઉતાર્યાજ કરું છું,


મહોબ્બતના અંજામથી નથી બેખબર હું યારો,

તોયે જેટલી થાય એટલી વધું કર્યાજ કરું છું,


દિલને કેન્દ્રમાં રાખીને સંકોચાઈ જાઉં ભલે ને,

ક્ષિતિજની પરવા કર્યાં વગર વિસ્તર્યાજ કરું છું,


આ હર શ્વાસ લેવાય છે મોતને લક્ષમાં રાખીને,

નિશાન જિંદગીનું પલપલ એમ વિન્ધ્યાજ કરું છું,


"પરમ" પાછળ ભલેને રોઈ રોઈ ને મરી જાઉં,

સ્મિતને સદા "પાગલ" બનીને વહેંચ્યાજ કરું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama