Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Drama

3  

Shaurya Parmar

Drama

શ્રી રામ !

શ્રી રામ !

1 min
13.2K


એક અયોધ્યા નામે ગામ, એમાંય એક સુંદર નામ શ્રી રામ !
દશરથ નામે પિતા
કૌશલ્યા નામે માતા
ભરત, લક્ષ્મણ, શત્રુધ્ન
ભાઈ ઘરમાં સમાતા
મને તો દર્શનની હામ, કેવું સુંદર નામ શ્રી રામ !

ગુરુ નામે વશિષ્ઠ
પત્ની નામે સીતા
મર્યાદાપુરુષોત્તમ
દુખીઓના દુઃખ પીતા
મારેતો એજ ચારધામ, કેવું સુંદર નામ શ્રી રામ !

ચૌદ વર્ષનો વનવાસ
રાવણને હણવાનો પ્રવાસ !
લક્ષ્મણ, હનુમાન, સુગ્રીવ,
હતા એમના ખાસ
પીધો મે ભક્તિનો જામ, કેવું સુંદર નામ શ્રી રામ !

રામેશ્વરમમાં કરી પૂજા
શ્રી રામે મહાકાલની
લંકા નામે નગરી
દેખાય મને કંકાલની
હવે મારો હાથ થામ, કેવું સુંદર નામ શ્રી રામ !

સાગરમાં તર્યા પથ્થર
ઉપર લખ્યુતુ શ્રી રામ
સેના લઈ પહોચ્યા લંકા
રાવણને મોકલ્યો ધામ
કોઈ દિ તો આવો આમ, કેવું સુંદર નામ શ્રી રામ !

પરત આવ્યા અયોધ્યા
રાજગાદી સંભાળી
૭૦૦૦ વર્ષોથી આપણે
દિલથી ઉજવીએ દિવાળી
એક અયોધ્યા નામે ગામ, એમાં મારા શ્રી રામ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama