ગૃહિણી કે રોબોટ ?
ગૃહિણી કે રોબોટ ?
1 min
173
એક ગૃહિણી
સવારથી સાંજ એ
ઘર સાચવે.
સમય આપે
બધા માટે, ભૂલીને
પોતાની જાત.
તોય શું મળે ?
કરે અવહેલના
ના ગણકારે.
આપે આનંદ
દૂર કરે નિરાશા
કોઠાસૂઝથી.
સ્વપ્ન સ્થગિત
કર્યા પોતાના, સાચા
કરવા સૌના.
ભરે ધુમાડા
ફેફસા, સંતોષવા
સૌની ભૂખ રે.
તોયે ના કરે
કદર કોઈ એની
જાણે રોબોટ.