મીઠી યાદો
મીઠી યાદો
તળિયામાં દફનાવેલી સુષુપ્ત અવનવી યાદો,
સપાટી પર આવી છેડી રહી છે વિરહની યાદો,
મોજાની જેમ ઉછળતી, દિલને ડોલાવતી બીતી યાદો,
વાછટની જેમ ભીંજવતી, ધીરે સ્પર્શ થતી મીઠી યાદો,
દિલ લોભાવતી, તકરારભરી મીઠી યાદો,
પાંપણ ભીંજવતી, સીસકારા ભરતી એ ક્રૂર યાદો,
જખ્મોને ખોતરતી કડવી વખ, કમકમાટી ભરી યાદો,
મુલાયમ સ્પર્શ અને શબ્દોથી ઘાવ ભર્યાની યાદો,
જીવન સંસારમાં વાગોળતી, ખાટીમીઠી યાદો,
મૃત્યુ પછી રહી જશે, કર્મોનાં સુવાસની યાદો.
