ખુદના શ્વાસ
ખુદના શ્વાસ
1 min
147
એક ટુકડા અવકાશમાં
ખીલવું છે મ્હોરવું છે મ્હેકવું છે
મારી ભીતર ધબકતા દિલને
આજ કંઇક કહેવું છે
ચાહે કાપે પાંખો જોશથી ઊડો..
સ્વમાનને સાચવી
સ્વાભિમાનથી જીવો
કરુણા કે ક્રોધ લાગણી કે નફરત
મમતા કે જડતા જેવા સાથે તેવા
નારીની વ્યથા કેમ ?
ખુલ્લા આસમાનમાં ખુદના શ્વાસ શીખો.
