લાકડીના ટેકામાં
લાકડીના ટેકામાં
તારી સાથેનો સથવારો, મને લાગે પ્યારો,
આનંદ અને ઉમળકો તારો, હૈયું ધેલું કરે મારો,
તારી ચિંતા, તારો પ્રેમ, મને લાગે હૂંફનો છાયો,
તારા પડછાયામાં, હું કરતી મસ્તીની લીલાલહેર,
તારી સાથેના સુખ અને દુઃખ, જીવનનો એક ભાગ,
પાણીનો ગ્લાસ છલકતો કે ખાલી થતો, મનની વાત,
તારા ખભો, મારો સહારો, માથું ઢાળી ચિંતા ઢળતી,
વસંત ખીલતી, પતઝડમાં, ઉંમરની ક્યાં કોઈ બીમારી,
લાકડીના ટેકામાં, દેખાતું તારું સ્મિત, ઝડપી બનતી ચાલ,
આલિંગનમાં લેવા તને, મારી બાંહો પોકારે તને મારી સાથ.

