STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

નકાબધારી

નકાબધારી

1 min
344

પ્રેમ નગરની પ્રેમ મંઝિલમાં,

જોતો હતો હું વાટ તારી, 

શા કાજે તું અચાનક આવી ? 

આમ મુખ પર નકાબને ધારી,


શ્યામલ વર્ણી સૂરત છે તારી,

ભ્રમરો તારી લાગે છે કાળી,

તિરછી નજરથી ન જો મુજને,

આંખો છે કજરાળી તારી કાળી,


વર્ષોથી શાધતો હતો હું તુંજને,

ચોરી છૂપીથી શાને તું આવી ?

ન છૂપાવીશ તારા અધરોને તું

તરસ ન વધારીશ તુંં મારી,


હટાવી દે પૂરો નકાબ તું મુખથી,

દેખાડી દે શ્યામલ સૂરત તારી,

મધુકર બનીને માણવી છે મારે,

તારા કોમળ અધરોની લાલી,


ચાલી આવ મારા પ્રેમ મંદિરમાં,

વસંત મહેંકી છે ખૂબ નિરાળી,

"મુરલી" દૂર કર પાનખર મારી,

બનાવું તને પ્રેમની મહારાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama