મનાવી લેજો
મનાવી લેજો
મારી આડોડાઈ કાયમ સહેતા રહેજો,
મારી ઉપર ગુસ્સો પણ કરતા રહેજો,
મને આડોડાઈ માટે ધમકાવતા રહેજો,
જો હુંં રિસાઉં તો પ્રેમથી મનાવી લેજો.
મારી નારાજગીને અવગણતા રહેજો,
મને ડોળા કાઢીને બિવડાવતા રહેજો,
મારા ગાલે થપ્પડ પણ મારતા રહેજો,
જો હું રિસાઉં તો પ્રેમથી મનાવી લેજો.
મારી સામે ત્રાંસી નજરે જોતા રહેજો,
હું સામે જોઉં ત્યારે મુખ ફેરવી લેજો,
મારી આંખેથી આંસુ વહાવતાં રહેજો,
જો હું રિસાઉં તો પ્રેમથી મનાવી લેજો.
મને છુટાછેડાની ધમકી આપતા રહેજો,
મારા પિયરમાં મારી રાવ કરતા રહેજો,
દામ્પત્ય જીવન આમ જ ચાલે "મુરલી",
જો હું રિસાઉં તો પ્રેમથી મનાવી લેજો.
રચના-ધનજીભાઈગઢીયા"મુરલી" (જુનાગઢ)

