Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mayur Rathod

Drama Others

4  

Mayur Rathod

Drama Others

જોકર

જોકર

1 min
282

છે જોકર પછી ભલેને દુનિયા સમક્ષ હસતો હોય,

ક્યારેક એ પણ ભીતર એકલો-એકલો રડતો હોય.

સમજી એની મજબૂરી આજ સુધી, કોઈએ બોલો ?

એકલ જાત સાથે એ એકલો લડતોને મરતો હોય.

શું છે એની વેદના ? શું છે એની વ્યથા કોઈએ સમજી ?

હૈયે દરરોજ દાજતો, મુખડેએ કાયમ હસતો હોય.

છુપાવા લાગ્યો એ, એનું દર્દ એમ કેમ છુપાવે બોલો ?

ધીમેધીમે લાગે છે એવું કે જગથી દૂર એ ખસતો હોય.

માર ખાઈને, પીડા વેઠીને, વિચારો મારીને, ક્યાં જાય ?

લાગે એવું એ રોજ થોડીથોડી લાગણી હણતો હોય.

Rate this content
Log in

Similar gujarati poem from Drama