STORYMIRROR

Mayur Rathod

Romance Inspirational

4  

Mayur Rathod

Romance Inspirational

હું વગોવાયો છું

હું વગોવાયો છું

1 min
357

નથી આપી કોઈને લાગણી, છતાં ફસાયો છું,

હૈયે બેહદ દર્દ છે, તો પણ આજ રોકાયો છું,


ત્યાં થોડી માટીને આમ-તેમ કરીને જોઈ લેજો,

આપના ઘરની બહાર કબર બની દફનાયો છું,


જોયા સૌએ પોતાના નફા, લીધું સૌએ વ્યાજ,

'દુશ્મન' હું થયો તારો ને તારાથી જ હણાયો છું,


વાત મારી સાંભળીને સો ઠેકાણે મહેફિલ જામી,

એ મહેફિલે મારા વિરોધીઓમાં હું સવાયો છું,


નથી વિશ્વાસ મને બેદર્દ પ્રેમ શબ્દ ઉપર નક્કી,

દુનિયાએ સો સારા કામ કરતાંય હું વગોવાયો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance