STORYMIRROR

Mayur Rathod

Inspirational

3  

Mayur Rathod

Inspirational

મારી બેના

મારી બેના

1 min
177


ભૂલ કરું તો મને ખિજાતી મારી બેના,

રિસાવ દુનિયાથી તો મનાવતી મારી બેના,


મારા ક્વચિત મનનાં સો ઠેકાણાં શોધે એ,

પોતે રડી મને કાયમ હસાવતી મારી બેના,


કષ્ટદાયી જીવનના હરેક કષ્ટ હણનારી,

વિઘ્ન સમયે આવીને બચાવનારી મારી બેના,


ક્યારેક તો મારી ભૂલને લીધે એ માર વેઠે,

પક્ષ મારો ખેંચી સૌને બેસાડતી મારી બેના,


આવતાં-જતાં અંગુલી મારી ગ્રહીને ધપતી,

નિર્દયી ગુસ્સોએ એકજ સહેતી મારી બેના,


જાય શ્વસુરગૃહે કાયમ મને વળગીને રહે,

સર્વસ્વ હારીને મને જીતાડનારી મારી બેના.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational