STORYMIRROR

Mayur Rathod

Inspirational Others

4  

Mayur Rathod

Inspirational Others

ઘણું છે

ઘણું છે

1 min
259


માનવજાતને 'હું' કરતા દૂર કાઢી શકું તોય ઘણું છે,

માનવ મનનો અહંકાર 'હું' તોડી શકું તોય ઘણું છે,


હો બદલતી દુનિયા સમક્ષ તું એમ ના બદલા તો,

સમાજ સાથ રહી સમાજને પામી શકું તોય ઘણું છે,


માનવતાને જીવાડવા કર તું ધર્મ-અધર્મના કામો,

ભૂલ થતા દુનિયા 'હું' સમક્ષ નમી શકું તોય ઘણું છે,


વેર, વ્યાજ, ઈર્ષા કે નિંદાની ખોટી વાવણી ના કર તું,

અતિતને પામવા અતિતે ભાગી શકું તોય ઘણું છે,


જીવી રહ્યા છે, સૌ એકબીજાને પછાડવા કેમ ?

જરૂર જણાતા 'હું' કોઈને મળી શકું તોય ઘણું છે,


થયા છે ક્રૂર, કપટીને કામવાસના ના સૌ ભોગીઓ,

આજ 'દુશ્મન' બની કોઈને ઉગારી શકું તોય ઘણું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational