મનમાં શાંતિ
મનમાં શાંતિ
1 min
369
મુખ પર થોડી હળવાશ મળે, તો મનમાં શાંતિ,
આવે વાણીએ થોડી મીઠાશ, તો મનમાં શાંતિ.
લાગણી ઘણીબધી સાચવી બેઠો આમ કેમ!
નયને થોડી મટે જો ખારાશ, તો મનમાં શાંતિ.
આવક, જાવક કરી કેટલા આમ હરખાશે એ!
સંઘર્ષ કરી મળે જો નવરાશ, તો મનમાં શાંતિ.
આવે એ આવી જવાના, એ થયા દૂર સૌ કોઈ,
આવશે એમની થોડી આશ, તો મનમાં શાંતિ.
નેહરૂપી બની આવ્યા, આવ્યા એ ભગવતી રૂપ,
આવી હોઠ ઉપર એ હાશ, તો મનમાં શાંતિ.
