Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mayur Rathod

Others

3  

Mayur Rathod

Others

બની ગયો

બની ગયો

1 min
148


મારો પડછાયો મને મળી ગયો,

રહ્યો હું ઊભો તો એ કળી ગયો,


આશા કેમ મારી નઠારી નીવડી ?

તારી ખોજમાં ભીતર ભળી ગયો,

 

સાંભળ, ના આપ ખોટા દિલાસા,

આવે દુઃખ તુજને હું ગળી ગયો,


આપવા મને માત કેમ મથ્યા કરે ?

છે વિશ્વાસ કે હું તારો બની ગયો,


હો ઈચ્છાઓ કેટકેટલી ઘૂઘવાશે ?

મળે જો વચ માર્ગે, હું ફળી ગયો,


એકાંતે રહેવાની ટેવ છે કાયમની,

આવે મુજ ઘરે, હૈયે પ્રવેશી ગયો,


જીવી રહ્યો છું જીવંતે, રસહીન !

'દુશ્મન' પોતે પ્રગટી બળી ગયો.


Rate this content
Log in