STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy Thriller

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy Thriller

તુ ખામોશી છોડી દે

તુ ખામોશી છોડી દે

1 min
1

તારી ખામોશીને હું સહન કર્યા કરૂં છું,
તુ મને કાયમ નિરાશ બનાવ્યા કરે છે,

હું તને મનાવવાની કોશિશ કરૂં તો પણ,
તુ હરપળ મુખ ચડાવીને ફર્યા કરે છે.

મારી જે ભુલ હોય તેનો સ્વિકાર કરૂં છું,
તુ આંખોથી અંગારા વરસાવ્યા કરે છે,

હું નિર્મળ બની તને સમજાવું છું તો પણ,
તુ પત્થર દિલની હોય તેમ લાગ્યા કરે છે.

તારા તમામ સપનાઓ મે પૂરા કર્યા છે,
તુ મારા પ્રેમની અવગણના કર્યા કરે છે,

હું દિલની ધડકન સંભળાવું છું તો પણ,
તુ ધડકનનો તાલ બેતાલો કર્યા કરે છે.

હું તને પ્રેમની ગઝલ સંભળાવ્યા કરૂં છું,
તુ ગઝલના સ્વરને બેસૂરો કર્યા કરે છે,

હવે તુ ખામોશી છોડી દે વ્હાલી "મુરલી",
તુ અનમોલ જીવન કેમ બરબાદ કરે છે

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Romance