રાહ
રાહ
રાહ જોવી છે, હજી
વર્ષો તો વીતી ગયા છે,
ભલે વર્ષોવર્ષ વહી જાય.
રાહ જોવી છે, હજી
એક તારા એક સ્પર્શની,
ભલે આ શરીર ખવાઈ જાય.
રાહ જોવી છે તમારી, હજી
જયાં સુધી આંખ ખુલી રહે,
આંખેથી તને નિહાળવાની છે.
રાહ જોવ છુ તમારી, હજી
જે રસ્તાઓ પર રોજે મિલન થતુ,
હવે તો રસ્તાઓ પણ ખાલી જવા લાગ્યા.
રાહ જોવાઈ રહી છે, તમારી
જેમ ઋતુઓ સમય સાથે,
પાછી આવે છે, તેમ તમે પણ આવશો.

