પરિસ્થિતિ
પરિસ્થિતિ
વિચાર પણ નથી કે, આવી પરિસ્થિતિ આવશે,
પરિસ્થિતિઓ તો છે, અઢળક તેના ઉપાય સાથે,
જે પરિસ્થિતિઓમાં તમે મને મૂકીને ગયા છો,
તેનો ઉપાય કંઈ નથી, એક તારા સિવાય.
આજે હું પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છું,
કોને ખબર કાલે, તારે આંગણે આવીને ઊભી રે'શે,
ત્યારે તને પણ ખબર પડશે કે, આ પરિસ્થિતિઓમાં કેટલું સહન કરવું પડે છે.
જીવન જીવવું મુશ્કેલ નથી, પણ સાથ છોડવો મુશ્કેલ છે,
સંબંધ શબ્દનો અર્થ શબ્દકોશમાં જોયો હોત,
તો તમે સંબંધને સમજી શક્યા હોય.
