અનુભવ
અનુભવ
જીવનભર સાથે રાખીને મારી યાદ, કેવી રીતે જીવશો ?
કોઈને ખબર ન પડે તમારી યાદ, કેવી રીતે જીવશો ?
દિવસ ઊગશે, સાંજ થશે, રાતે ય અંધારું થશે !
વાટે-ઘાટે, વાતે-વાતે આંખ ભીની થશે, કેમ કરી જીવશો ?
સપનાંઓ સતાવશે એકલો સમજીને, ઊંઘ ન આવશે !
પોતાને અડધો કરીને તેમ પણ, કેવી રીતે જીવશો ?
સપનાંઓની વાસનાઓમાં વશ થઈને, સપનાનું ગોદડું ઓઢીને;
અધૂરી રાખીને જીવનની યાત્રા, કેવી રીતે ઊંઘશો ?
માનવીઓ ન ગણાશે બધા, હિસાબ કરીને ભૂલી જાશો ?
થશે ખામોશી સાથે વાતો, કેવી રીતે જીવશો ?
શ્વાસ છોડવા માટે પોતાના સાથે લડશો, કેવી રીતે જીવશો ?
પોતાને ઈશ્કમાં કર્યો બરબાદ, ઊંઘ કેવી રીતે આવશે ?
પોતે તડપશો, પોતાને તડપાવશો ને તેની ખબર ન પડશે ?
રવિનો તડકો માથે ઓઢીને, કેવી રીતે જીવશો ?
શબ્દે-શબ્દ તડપના શબ્દો છે, શબ્દ વાંચીને કેવી રીતે જીવશો ?
દિલ બળીને ખાખ થઈ જાય, તો કેવી રીતે ઊંઘશો ?

