મોર્ડન રાધા
મોર્ડન રાધા
મને શું ખબર હતી કે,
વાર્તા જ એ જ હશે, પાત્રો જ બદલાશે...
મને શું ખબર હતી કે,
થોડા જ વર્ષો સાથે રહેશું, દિવસો જ ઓછા હશે...
મને શું ખબર હતી કે,
સંબંધ પાકા રંગની જેમ જામી જશે, અનંત સમય સુધી...
મને શું ખબર હતી કે,
તમે બોલેલા શબ્દોને વળગી નહી રહો, ખોટા વેણથી વેપાર કરશો...
મને શું ખબર હતી કે,
તમે પણ રૂપિયાના પ્રેમી નીકળશો, પૈસા જોઈને બદલાઈ જશે...
મને શું ખબર હતી કે,
તમે પણ સમય સાથે બદલાઈ જશો, એ પણ બીજાના આવવાથી બદલાશો...
મને ન ખબર હતી કે,
આટલા સમય સુધી તમે સંબંધમાં કેમ હતા, સમય પસાર કરવા માટે !

