Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SAMESH BHABHOR

Abstract Children

3  

SAMESH BHABHOR

Abstract Children

મહત્ત્વનું હતું

મહત્ત્વનું હતું

2 mins
118


ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવી

કેલ્શિયમની ઉણપ પૂરી કરવી 

એ અમારી કાયમી ટેવ હતી..!


ભણવાનો તણાવ

પેન્સિલનો પાછલો હિસ્સો

ચાવીને તણાવમુક્ત થઈ જતા,


ચોપડીઓની વચ્ચે

વિદ્યાના ઝાડનું ડાળું અને

મોરના પીંછાંને મૂકવા

અમે હોંશિયાર થઈ જઈશું

એવી દૃઢ માન્યતા,


કપડાના થેલામાં

ચોપડા ગોઠવવા એ

અમારું આગવું કૌશલ્ય,


ચોપડા ગોઠવવા એ જ

એ જમાનામાં હુન્નર મનાતું,


ચોપડાઓ ઉપર પૂંઠા ચડાવવા

એ અમારા જીવનનો

વાર્ષિક ઉત્સવ,

 

માતા-પિતાને

અમારા ભણતરની તો

કોઈ ચિંતા જ નહોતી,


વર્ષોના વર્ષ વીતી જતા

છતાં અમારા માતા-પિતાના

પાવન પગલાં ક્યારેય

અમારી સ્કૂલ તરફ પડતા નહીં,


અમારા દોસ્તો મજાના 

સાયકલ લઈને જતા હતા ત્યારે

એકને ડંડા પર બેસાડતા 

અમે કેટલીયે મંઝિલો ખેડી હશે,

એ અમને યાદ નથી,


થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો

અમારી સ્મૃતિપટલ પર છે,


એ જમાનામાં

ટેલિવિઝન નવાનવા આવ્યા હતા,

કોઈક કોઈકના ઘરે જ ટેલિવિઝન હતા,

જોવા જઈએ તો,


અમને કાઢી મૂકવામાં પણ આવતા,

છતાં અમને ક્યારેય

અપમાન જેવું લાગતું નહીં,


નિશાળમાં

શિક્ષકનો માર ખાતા કે

અંગૂઠા પકડતા

ક્યારેય શરમ કે સંકોચ

નથી અનુભવ્યો કારણ કે ....

તે વખતે ક્યારેય

અમારો "ઇગો" હર્ટ નહોતો થતો,


અમને ખબર જ નહોતી કે 

ઇગો કઈ બલાનું નામ છે,


માર ખાવો એ અમારા જીવનની દૈનિક

સહજ પ્રક્રિયાનો ભાગ હતો,


મારવાવાળો અને માર ખાવાવાળો

બંને ખુશ થતા હતા,


એકને એમ હતું કે ઓછો માર ખાધો

અને બીજાને એમ થતું હતું

અમારો હાથ સાફ થઈ ગયો

આમ બંને ખુશ,


અમે ક્યારેય

અમારા મમ્મી પપ્પા કે ભાઈ-બહેનને

એવું ન બતાવી શક્યા કે..

અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ,


આજે અમે

દુનિયાના ઉતાર-ચઢાવનો હિસ્સો બની ચૂક્યા છીએ,


અમે જે જીવન જીવીને આવ્યા છીએ,

તેની સામે હાલનું જીવન કાંઈ જ નથી,


અમે સારા હતા કે ખરાબ....

એ ખબર નથી પણ અમારો પરિવાર

અને અમારા મિત્રો

એક સાથે હતા

એ જ મહત્વનું હતું...!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract